Tomato Soup
Recipe – વાનગી
Tomato Soup – ટોમેટો સૂપ
Ingredients – સામગ્રી
1 ટેબલસ્પૂન માખણ
1 ડુંગળી,
1 બટાકો,
1 ગાજર
500 ગ્રામ પાકાં ટામેટાં
1 ટીસ્પૂન કોર્નફ્લોર
1/2 કપ દૂધ
1 કપ ક્રીમ
મીઠું, ખાંડ, મરીનો ભૂકો, બ્રેડના તળેલા કટકા
Method – રીત
એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય એટલે તેમાં મીઠું, છોલેલા બટાકાના કટકા, ગાજરને છોલી, ધોઈ, તેને સફેદ ભાગ કાઢી, તેના કટકા અને પાણી નાખવું. શાક બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે સૂપના સંચાથી ગાળી, તેમાં ખાંડ અને કોર્નફ્લોર દૂધમાં મિક્સ કરી નાંખવો. ધીમા તાપે થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવો. ગરમ સૂપમાં મરીનો ભૂકો 1 ચમચી ક્રીમને તળેલા બ્રેડના કટકા નાંખી સૂપ આપવો.