Gourd Muthiya – દૂધીનાં મૂઠિયાં

Gourd Muthiya – દૂધીનાં મૂઠિયાં

રીત – 1

Ingredients – સામગ્રી

500 ગ્રામ દૂધી
250 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ રવો
5 લીલાં મરચાં
1 કટકો આદું
1 ટેબલસ્પૂન તલ
1 નાની ઝૂડી લીલા ધાણા
મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ,
રાઈ, હિંગ, કોપરાનું ખમણ

Method – રીત
દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું. પછી તેમાં ચણાનો લોટ અને રવો નાંખી, મૂઠી પડતું મોણ, મીઠું, મરચું, હળદર, વાટેલા આદું-મરચાં, લીલા ધાણા, તલ અને થોડી ખાંડ નાંખી, બરાબર ભેળવી, હાથે તેલ લગાડી, તેના વીંટા વાળવા. પછી કૂકરમાં વરાળથી બાફી લેવા. બફાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે પાતળા ગોળ કટકા કાપવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી, મૂઠિયાં વઘારવા. રતાશ પડતાં થાય એટલે ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા.

Post a Comment

રીત – 2

Ingredients – સામગ્રી


500 ગ્રામ દૂધી
200 ગ્રામ ચણાનો લોટ
150 ગ્રામ કણકી કોરમાનો લોટ
500 ગ્રામ ઘઉંનો લોટ
1 ટેબલસ્પૂન અથાણાનો રસો
1 ટીસ્પૂન મેથીનો સંભાર
2 ટેબલસ્પૂન તલ
7 કળી લસણ
મીઠું, હળદર, તેલ, ખાંડ – પ્રમાણસર

Method – રીત
દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું. પછી તેમાં ચણાનો, કણકી કોરમાનો (તુવેરની દાળ અને ચોખાનો કરકરો લોટ) અને ઘઉંના લોટને તેલથી મોઈને ભેળવી. મીઠું, હળદર, અથાણાનો રસો, મેથીનો સંભાર, તલ, ખાંડ, વાટેલું લસણ અને તેલનું મોણ નાંખી, બધુ બરાબર ભેગું કરી, તેમાંથી નાનાં મૂઠિયાં વાળવા. એક પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં મૂઠિયાં મૂકી, ઢાંકી દેવું. તાપ ધીમો રાખવો. એક બાજુ લાલ થાય એટલે બીજી બાજુ ફેરવવા બરાબર ઉપરથી કડક અને અંદરથી પોચાં અને ફરસાં થાય એટલે ઉતારી લેવાં. વધારે મૂઠીયાં હોય તો બે ઘાણે કરવા.

Leave a Reply

Your email address will not be published.

Let's chat now!
1
Hello!
Hey there!
How can I help you?