Bharela Marcha

 ભરેલા મરચાં

સામગ્રી :

ભાવનગરી મરચાં : 10 નંગ
આદું મરચાની પેસ્ટ : 2 ચમચી
મગની મોગર દાળ (પલાળેલી) : 1/2 કપ
સમારેલી ડુંગળી : 1/2 કપ
હળદળ : 1 ચમચી
કોથમીર : 2 ચમચી
તેલ : 1/2 બાઉલ
હિંગ : 1 ચપટી
જીરું : 1/2 ચમચી
મીઠું : સ્વાદ અનુસાર

Method – રીત

ભાવનગરી મરચા બનાવવા માટે સૌથી પહેલા તાજા મરચાં લઈ આવો. પછી એ મરચાંને સારી રીતે ધોઈને તેમાં કાપા કરી લો. હવે એ મરચામાં ભરવામાં આવતો મસાલો તૈયાર કરો. એ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.

હવે જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હળદર નાખીને એને સારી રીતે સાંતળો. પછી જયારે ડુંગળી અધકચરી ચઢી જાય એટલે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો. પછી તેમાં થોડું પાણી ઉમેરો અને મગની દાળને ચઢવા દો. મગની દાળ સારી રીતે ચઢી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં કોથમીર ઉમેરીને તેને એકબાજુ થોડું ઠંડુ થવા માટે મુકી દો.

એ ઠંડુ થાય એટલે એ મસાલાને કાપ મુકેલા મરચામાં ભરો. ત્યારબાદ એનો વઘાર કરો. એના માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં ભરેલાં મરચાં નાખીને થોડી વાર માટે સાંતળો. પછી તેને ધીમા તાપે ચઢવા દો. તમારે બધાં મરચાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને ચઢવા દેવાના છે. તો આ સરળ રીતે તૈયાર છે તમારા ટેસ્ટી અને મસાલેદાર ‘ભરેલાં ભાવનગરી મરચાં’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Let's chat now!
1
Hello!
Hey there!
How can I help you?